ખબર કાઢી લ્યો
પગના પ્લાસ્ટર વિશે જાણો
📋 વિગતો માટે પ્લાસ્ટર પર ક્લિક કરો
×
તમે મારા જેમ ઉતાવળ નો કરતા
શું થયું?
હું મેડિકલમાં બીજા માટે દવા લેવા ગયો હતો, પરત આવતી વખતે ઉતાવળમાં પગથિયાં ઉતરતો હતો, ત્યાં છેલ્લાં પગથિયે પથ્થર સાથે મારા ટ્રેકકીંગ ના બુટે એવી દોસ્તી કરી કે એંકલ જોઈન્ટ પર આખા શરીરનું વજન આવી પડ્યું. પરિણામે એંકલ જોઈન્ટના લિગામેન્ટ માં ઇજા થઇ.
ડોક્ટરની સલાહ
ડોક્ટરે એક મહિનો પાટો બાંધવાનો હુકમ કર્યો છે અને રેગ્યુલર દવા અને આરામ લેવાની સલાહ આપી છે.
મજાની વાત 😂😂😂
મજાની વાત એ છે કે મેડિકલમાં હું બીજા માટે દવા લેવા ગયો હતો, હવે એ જ મેડિકલમાંથી બીજા મારા માટે દવા લઇ આવે છે.
હાલની સ્થિતિ
ફેબ્રુઆરીમાં પ્લાસ્ટર કાઢવાનું છે. હાલ બધું ઠીક છે, ચાલવામાં થોડી એક્ટિંગ ચાલુ છે. 😂😂😂